હૈદરાબાદ: આરોપીઓના એન્કાઉન્ટર પર આ દિગ્ગજ હસ્તીઓએ ઉઠાવ્યાં સવાલ, જાણો શું કહ્યું?

હૈદરાબાદ (Hyderabad) ની દિશા સાથે બર્બરતા આચરનારા આરોપીઓ આજે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. જો કે આ એન્કાઉન્ટરની સચ્ચાઈ ઉપર પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. આરોપીઓના એન્કાઉન્ટર પર વિવિધ ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ સવાલ પણ ઉઠાવી રહી છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi), કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા, નેતા સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. ઓવૈસીએ  કહ્યું કે કાયદા મુજબ કામ થવું જોઈએ. 

હૈદરાબાદ: આરોપીઓના એન્કાઉન્ટર પર આ દિગ્ગજ હસ્તીઓએ ઉઠાવ્યાં સવાલ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: હૈદરાબાદ (Hyderabad) ની દિશા સાથે બર્બરતા આચરનારા આરોપીઓ આજે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર થયાં. જો કે આ એન્કાઉન્ટરની સચ્ચાઈ ઉપર પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. આરોપીઓના એન્કાઉન્ટર પર વિવિધ ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ સવાલ પણ ઉઠાવી રહી છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ( Asaduddin Owaisi), કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા, નેતા સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. ઓવૈસીએ  કહ્યું કે કાયદા મુજબ કામ થવું જોઈએ. 

કાયદા મુજબ કામ થવું જોઈએ-ઓવૈસી
હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાયદા મુજબ કામ થવું જોઈએ. વ્યક્તિગત રીતે હું તેને ખોટું ગણું છું. માનવાધિકાર આયોગે તેને ગંભીરતાથી લેવું જોઈએ. ઓવૈસીએ કહ્યું કે મેજિસ્ટ્રિયલ ઈન્ક્વાયરી  બાદ જ બધુ સ્પષ્ટ થશે. મારી પાસે નોલેજ ઈન વન સીન નથી. NHRCએ તેને ધ્યાનમાં લીધું છે. એ વાત બિલકુલ સાચી છે કે રંગારેડ્ડી જિલ્લામાં સાઈબરાબાદ  પોલીસ કમિશ્નરેટમાં જે ઘટના ઘટી છે એન્કાઉન્ટરની તે એક્યુસ્ડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી પોતાની કસ્ટડીમાં લીધા અને કહેવાય છે કે સવારે 5.40 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન એક ખુલ્લા મેદાનાં ઘટી. તે  વખતે મેદાનમાં ખુબ ધુમ્મસ પણ હશે. 

તેમણે કહ્યું કે હું એન્કાઉન્ટરની વિરુદ્ધમાં છું. મારું માનવું છે કે જ્યારે આપણે અજમલ કસાબ કે જેણે પાકિસ્તાનથી આવીને મુંબઈના રસ્તાઓ પર આપણા હિન્દુસ્તાનીઓનું કત્લેઆમ કર્યુ તેમાં આપણે ડ્યુ પ્રોસેસ ફોલો કર્યું. આથી હું કહું છું કે હું એન્કાઉન્ટર્સની વિરુદ્ધમાં છું. આ મુલ્ક ચાલશે તો રૂલ ઓફ લો પર ચાલશે. આ મુલ્ક ચાલશે તો કોર્ટ છે પોલીસ છે અને હું આ ડ્યુ પ્રોસેસમાં માનનારો છું. 

No photo description available.

શું આનાથી રેપ થતા બંધ થઈ જશે-જ્વાલા ગુટ્ટા
બેડમિન્ટન  ખેલાડી જ્વાલા ગુટ્ટા (Jwala gutta)એ સવાલ ઉઠાવતા કહ્યું કે શું એન્કાઉન્ટર કર્યાં  બાદ ભવિષ્યમાં બળાત્કાર નહીં થાય? જ્વાલાએ ટ્વીટ કરીને કહ્યું કે શું તે ભવિષ્યના બળાત્કારીઓને રોકી શકશે? અને એક મહત્વપૂર્ણ સવાલ, શું હવે દરેક રેપિસ્ટ  સાથે આવો જ વર્તાવ કરવામાં આવશે...તેમની સામાજિક પ્રતિષ્ઠા હોવા છતાં.

જો કે અન્ય એક બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે તો આ એન્કાઉન્ટર માટે પોલીસની પીઠ થપથપાવી. સાઈનાએ ટ્વીટ કરીને  કહ્યું કે ખુબ સારું કામ. હૈદરાબાદ પોલીસ...અમે તમને સલામ કરીએ છીએ. 

આ રીતે એન્કાઉન્ટર સ્વીકારી શકાય નહી-શશિ થરૂર
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે (Shashi Tharoor)  ટ્વીટ કરીને કહ્યું કે ન્યાયિક વ્યવસ્થાથી પરે આ પ્રકારના એન્કાઉન્ટર સ્વીકારી શકાય નહીં. એક ટ્વીટને રીટ્વીટ કરતા તેમણે કહ્યું કે આપણે વધુ જાણવાની જરૂર છે. જો ક્રિમિનલ્સની પાસે હથિયાર હતા તો પોલીસ પોતાની કાર્યવાહી યોગ્ય ઠેરવી શકે છે. જ્યાં સુધી સમગ્ર સચ્ચાઈ સામે ન આવે ત્યાં સુધી આપણે નીંદા ન કરવી જોઈએ. પરંતુ કાયદાથી ચાલનારા આ સમાજમાં આ પ્રકારની બિન ન્યાયિક હત્યાઓને યોગ્ય ઠેરવી શકાય નહીં. 

Image may contain: 1 person, text

મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું-કાનૂની પ્રક્રિયા વધુ સારી રહત
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે એક સામાન્ય નાગરિક તરીકે હું ખુશ છું કે તેમનો અંત થયો છે જેમ અમે ઈચ્છતા હતાં. પરંતુ આવો ન્યાય કાનૂની સિસ્ટમ હેઠળ થવો જોઈતો હતો. યોગ્ય પ્રક્રિયા હેઠળ થવો જોઈતો હતો. તેમણે કહ્યું કે અમે હંમેશાથી તેમના માટે મોતની સજા માંગી રહ્યાં હતાં અને અહીં પોલીસ સૌથી સારા જજ સાબિત થઈ. હું નથી જાણતી કે આખરે કયા સંજોગોમાં આ એન્કાઉન્ટર થયું. 

બદલો ક્યારેય ન્યાય ન હોઈ શકે-યેચુરી
ડાબેરી પક્ષ સીપીએમના નેતા સીતારામ યેચુરી (sitaram yechury) એ કહ્યું કે બિન ન્યાયિક હત્યાઓ મહિલાઓ પ્રત્યે આપણી ચિંતાનો જવાબ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે બદલો ક્યારેય ન્યાય હોઈ શકે નહીં. આ સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે આખરે 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કાંડ બાદ લાગુ થયેલા કડક કાયદાને આપણે યોગ્યર ીતે લાગુ કેમ નથી કરી શકતા. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી ભરોસો ઉઠ્યો-કેજરીવાલ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે એન્કાઉન્ટર પર લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. જો કે આ ચિંતાનો વિષય પણ છે કે કઈ રીતે લોકોનો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. નિર્ભયા કેસ પર તેમણે કહ્યું કે મને દુખ છે કે તેને 7 વર્ષ થઈ ગયાં. અમે એક દિવસમાં જ દયા અરજી ફગાવી દીધી હતી. હવે હું રાષ્ટ્રપતિને અપીલ કરું છું કે તેઓ જલદી તેના પર નિર્ણય લે અને દોષિતોને ફાંસીના માંચડે સુધી પહોંચાડી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news